#AJAnand
ગુફતગૂમાં રાત ઓગળતી રહી....
ને શમાઓ સ્પર્શની બળતી રહી....
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો....
રાતરાણી ગીત સાંભળતી રહી....
વૃક્ષની ડાળીથી ટહુકાઓ ગયા....
પાનખરની પાંખ સળવળતી રહી...
ઊંટના પગલામાં હું બેસી રહ્યો....
જીભ એ મૃગજળની ટળવળતી રહી....
હાથમાં અવસરતણું દર્પણ હતું....
ને નજર વેરાનમાં ઢળતી રહી....
હું કોઈ સંબંધનું આકાશ છું....
શબ્દની રેખાઓ ઓગળતી રહી....
#મનહરચોકસી