પ્રેમની પેલે પાર...
આપણો આ જનમનો નહીં...
જન્મો જનમનો સાથ લાગે છે !
તને મળ્યા પછી હવે...
મને નિયતિ ઉપર વિશ્વાસ લાગે છે !
સાથ આપીશું આમજ એકબીજાને...
હર મુશ્કિલ થોડી આસાન લાગે છે !
હવે ઘોર અંધારી અમાસ પણ...
મને પૂનમની રાત લાગે છે !
સાથે વિતાવેલી ખુશીની એક પળ...
જીવનભરની યાદ લાગે છે !
તારો મારો આ અવિરત સ્નેહ...
જાણે પ્રેમની પેલે પાર લાગે છે !
શેફાલી શાહ