હતી વાતો મૌન એમની
ઊંડા શબ્દો અમને ન ખબર પડયા
હતા એ કલ્પનાઓ માં એમની
ખરી વાસ્તવિકતા અમને ન ખબર પડી
હતા ઊંડા ને કૃર શબ્દો એમના
છતા ભાવનાત્મક અર્થ અમને ન ખબર પડયા
હતી આંખો કાળી ને ધોળી
પણ રંગીન સપના અમને ન દેખાયા
હતા ગુસ્સે અમસ્તા અમથી
પણ પાછળનો પ્રેમ અમે પારખી ન શક્યા
હતા સ્વભાવે પાનખર જેવા
પછી થી આવનારી વસંત અમે જોઈ ન શક્યા
હતા કરતા વાતો બીજાની પણ
સંદર્ભ અમારા હતા એ પણ અમને ન ખબર પડયા
ખબર પડી ત્યારે
જયારે અમે વિચારો માં પડયા.
- ગૌરવ ચૌધરી (G.K)