એ મારી સખી...
મારા સુખ દુઃખની સાથીદાર છે
એ મારી સખી,
ભલે હમઉમ્ર નથી તો ય હમરાઝ છે
એ મારી સખી !
કોને ખબર કયા તારથી જોડાયેલી છે ??
પણ સૌથી પહેલાં સાથ આપી જાય છે
એ મારી સખી !
મારી નાનામાં નાની જરૂરિયાતથી માંડી
મારા સપનાઓની રખેવાળ છે
એ મારી સખી !
આમ તો મોટી બહેન છે મારી, પણ...
ઘણી વાર મા પણ બને છે
એ મારી સખી !
શેફાલી શાહ