જાણે તું પતંગ...
પતંગને ગગનનું આલિંગન જોઈ
ફરી ઉમંગ છવાયો,
તને મળવાને મારો જીવ
ફરી થયો રઘવાયો,
જાણે તું પતંગને હું ગગનનો ઓછાયો..!!
પહેલી મુલાકાતને યાદ કરી
ફરી જીવ લલચાયો,
આંખોથી થયેલા ઇશારાની વાત
ફરી કરવા દોરાયો,
જાણે તું પતંગને હું ગગનનો ઓછાયો..!!
હાથમાં રાખી હાથ પ્રેમાલાપ કરવા
ફરી મન દોરી લાવ્યો,
પ્રગાઢ આલિંગનમા સમાવવાનો
ફરી અવસર આવ્યો,
જાણે તું પતંગને હું ગગનનો ઓછાયો..!!
આખા વર્ષની માણેલી પળો
ફરી યાદ કરી આવ્યો,
પતંગોત્સવ મારા પતંગિયાને
ફરી જીવંત કરી લાવ્યો,
જાણે તું પતંગને હું ગગનનો ઓછાયો..!!
*****
રસધારા સ્પર્ધામાં મારી આ રચના પ્રથમ સ્થાન પર આવી...
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...