"હજુ ક્યાં સુધી આમ સૂતા સૂતા ખાશો..?" યુવાન પુત્ર શ્રવણના આ બોલાયેલા શબ્દોએ તેણે પથારીવશ વૃદ્ધ બિમાર પિતા દયાળજીભાઈને ગાલમાં મરેલા ગોદા કરતાં ઓછી તકલીફ આપી..! દયાળજીભાઈનું ધ્યાન સામે હાર ચડાવેલ તેમના પિતાના ફોટા તરફ ગયું. બિમાર દયાળજીભાઈની આંખોમાંથી પ્રાયશ્ચિતનાં આંસુની ધાર વહેતી રહી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)