ધીરે ધીરે
..................
સરકતો જાય ચહેરા થી નકાબ ધીરે ધીરે,
ઉગી રહી છે સુનેહરી ચાંદની રૂપની ધીરે ધીરે,
મળી નજર થી નજર ને થઈ ઘાયલ નજર,
આવી હોઠો પર મુસ્કાન શરમાતા ધીરે ધીરે,
નવાજી રહી જુલફો જ્યાં ઢળી ગાલના ખંજન ને,
મખમલી હથેળીના ટેળવે થી સરકાવી કાને ધીરે ધીરે,
ફફડતી રહી પાંપણ એની ગુલજારે હવાથી,
ને થઈ ગયો પડદો રૂખ એ નૂર પર ધીરે ધીરે,
થઈ શું ગુસ્તાખી જશ્ન એ દીદાર માં એમના,
ઉતાવળી પગે ચાલી ને ઝણકી ઝાંઝર ધીરે ધીરે,
ઈજહાર એ મહોબત થી એને ડર સે એટલો,
કરી દીધું હાલે દિલ બયા જોઈ પાછું વળી ધીરે ધીરે,
એમના ને અમારા પ્રણયમાં સે બસ ફરક એટલો એ ખુદા,.
વસ્યા હૈયે એમણે ને થયો મરીજ હું ધીરે ધીરે.
રહ્યો હું તો મુંજાતો રાતભર કરી યાદ એમને વિચારોમાં
દબાતા હોઠો થી આપ્યો હશે શું જવાબ ? '' ભમરા '' ધીરે ધીરે.
.............. ભમરો...........