Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
આવી ગઈ તે શુભ ઘડી....
આવી ગઈ તે શુભ ઘડી....
નેણ તણા સપના,યુવાની ની ગરમી...
મિલન માટે વર્ષો થી તરસતુ આ હૈયુ.....
આ દિવસ ની કેટલાક વર્ષો થી આ દિન ની રાહ હતી મારા તરસતા હૈયા માં......
દિલ ના અરમાનો પુરા થશે, કેટલું તો આંખો
થી જ બોલાઈ જશે જોતા જોતા માં....
આવી ગઈ તે શુભ ઘડી.......
વરસાદ ના મૌસમ માં તન ભિંજાય,
આંખો માં કોઇ ની યાદ મને રડાવી નાખે...
આ દિવસ ની તલાશ હતી,
આજે આવી ગઈ આ શુભ ઘડી....
આંખો મા મસ્તી, દિલ માં અરમાનો,
યુવાની નો ઉંબરો ,તારી યાદો માં નિકાળેલા
એક એક દિવસો ,મને એક યુગ સમા લાગે.....
આજે ખતમ થઈ મારા ઈંતજાર ની ઘડી.....
આજે આવી ગઈ આ શુભ ઘડી......
આજે આપણે આજ થી તુ ને હુ નહીં
પર આપણે બનીશુ,
રસમ તો એક બહાનુ છે
યાર આપણે તો ઉપર થી
જ નક્કી થઇ ને આવ્યા છે,
ભટકતા પંખી છીએ
જે આજે એક માળા માં થઇ જશું
જોજે ધ્યાન રાખજે કે આ સમણા નો માળો વીખરાઈ ન જાય.....
જે દિવસ ની રાહ હતી
આજે આવી ગઈ તે શુભ ઘડી......
આજે તો નવો જન્મ થશે મારો,
આપણે સપ્તપદી નાં વચનો થી,
આપણે એકબીજા માં ઓગળી જશુ....
આજે તે શુભ ઘડી આવી ગઈ......
તારુ માસુમ સ્મિત,
મારો નજર ઝુકેલો ચહેરો,
એમાય મળતો તારો સાથ
આંખો માં મસ્તી....
હોઠો માં તરસ....
મૌસમ માં વધું રંગીન બનશે.....
તે આજે આવી ગઈ તે શુભ ઘડી......
મારો ગભરાયેલો ચહેરો
ને તારો ઈશારા થી મળતો સાથ
મારો ડર ને તારો હિંમત
બંને ભેગા થઇ ને એક જીંદગી બનશે
તે આજે આવી ગઈ શુભ ઘડી......
બે શરીર નહીં , બે આત્મા ઓનું મિલન
હશે,અને એક યુગ્મ જોડકુ રચાશે,
આપણા તન તૃપ્ત થશે....
ને ઘરે ઘરે આપણી મિશાલ અપાશે.
તે આજે આવી ગઈ શુભ ઘડી......
''યુવાની ના સપનાં''.......
~ શૈમી પ્રજાપતિ