*રંજ*
હ્રદયના ધબકારે હું,
આંખોના પલકારે હું,
તોએ તારામાં ના વસ્યો..!
આ રંજ કાયમ મનમાં રહ્યો,
હું કેમ તારામાં ના વસ્યો..!?
શ્રાવણ આવ્યો,
મેઘો વરસ્યો,
તોએ હું પ્રેમ તરસ્યો..!
આ રંજ કાયમ મનમાં રહ્યો,
હું કેમ પ્રેમ તરસ્યો..!!
ધરતી ભીંજાઈ,
માટીની મહેક આવી,
તોએ હું લાગણી તરસ્યો..!
આ રંજ કાયમ મનમાં રહ્યો,
હું કેમ લાગણી તરસ્યો..!!
તું કહેતી...તારો આરંભ હું,
તારા જીવનનો પ્રારબ્ધ હું,
તોએ હું તારા અંતમાં ના વસ્યો..!
આ રંજ કાયમ મનમાં રહ્યો,
હું કેમ તારા અનંતમાં ના વસ્યો..!!
*****
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...