આજનો મનુષ્ય એટલે પુરો માંસાહારી થયોછે...સોમાંથી એંસી ટકા લોકો આજે માંસાહારી ખોરાક ખાય છે..ને અમુકને તો તે રોજ ખાવા જોઇએ..તેને દાળ ભાત રોટલી શાક આપશો તો તે નહી ખાય..કારણકે તેને હવે શાકાહારી ખોરાક ભાવતો નથી..જયારે ચિકન મટન જોઇને મોઢામાંથી પાણી ઝરે છે..ખાધા પછી કોઇ જ એકસાઇઝ કરવાની નહી..પણ સીધા ખાટલામાં લંબાવી દેછે..ઉંમર થાય પછી કહે કે મને હાર્ટ એટેક આવ્યો..તે આવે જ ને..પેટમાં વધારે પડતી ગયેલી ચરબી અંદર શું કરશે!..એટેકનો હુમલો ના કરે તો તે બીજું શું કરશે!..તેની પણ કોઇ મર્યાદા તો હોય જ ને!..શરીરે બહું ખંજવાળ આવેછે..તે આવે જ ને..બિમારીવાળા જાનવર કે ચિકન તમને શું સુંદરતા આપશે!..
વધું સારું જીવન જીવવું હોય તો તમારો ખોરાક બદલો..નિરોગી રહેવા માટે શાક રોટલીનો સ્વીકાર કરો..
કોઇ જીવને મારી ને કાપી ને ખાવું એ યોગ્ય નથી..પાપ તો છે જ પણ તમારું આયુષ્ય પણ ટુંકુ કરેછે..શાકાહારી ખાવો ને વધું લાંબુ ને તંદુરસ્ત જીવન જીવો.
તમે જાણો છો કે પહેલા લોકો સો વરસ ઉપર જીવતા હતા પછી સો પછી સિતેર એંસી ને હવે પચ્ચાસ સાઇઢમાં માણસ મૃત્યુ પામે છે.
આજની નવી પેઢીએ તો પચ્ચાસ વર્ષનું આયુષ્ય સમજીને ચાલવું પડશે..કારણકે આજે નાની જ ઉંમરે અનેક બિમારીઓ શરીરમાં પેશી જાયછે એ ના ભૂલવું જોઈએ.