વર્ષો પહેલા મને પાવાગઢના મંદિરમાં નોકરી મળતી હતી. આ મારી નોકરી મારા મોટાભાઈના એક સંબંધથી મળતી હતી. મને કહેવામાં આવ્યુ કે એકવાર તમે પાવાગઢ જઇને બધું જોઇને આવો કે તમારે ત્યાંની ઓફિસમાં રહીને કેવું કામ કરવાનું છે! તે જરા તમને પહેલા જ સમજ પડે રહે...
બસ હું તો બીજે જ દિવસે નોકરી મળ્યાના એક આનંદ સાથે પાવાગઢ જવા નીકળી પડ્યો ઠેક ઉપર મંદિરે પણ પહોંચ્યો પછી ત્યાં જઈને એક દિવસ બધું જોયું તો મારે વધારે કોઇ કામ કરવાનું હોતું ના હતું બસ તે મંદિરમાં દાન કે ભેટસોગાદ આવતી હોય તેનું મારે ધ્યાન આપવાનું ને નોંધ કરવાની, મને આ કામ ગમી ગયું આમેય મારે રહેવાની કે જમવાની કોઇ જ ચિંતા હતી નહી હું ખુશીથી મારે ઘેર સાંજે પરત ફર્યો વાત જાણે એમ હતી કે ત્યાનો હાજર માણસ પંદર દિવસ પછી છુટો થવાનો હતો માટે મારે પંદર દિવસની રાહ જોવાની હતી.
પગાર ત્રણ હજાર ને ખાવું પીવું એટલે કે પાણી ને રહેવું મફતમાં હતું હું તો એટલો ખુશ થઈ ગયો કે કેમ કરીને આ પંદર દિવસ પુરા થાય ને મંદિરમાં નોકરીએ લાગું..!
બસ આમને આમ એક અઠવાડિયું પુરુ થયું ને બીજું અઠવાડિયું તરત બેસી ગયું...
પણ એક કહેવત છે ને કે તમારા નસીબમાં નથી તે તમને કયારેય મળતું નથી બસ આમ મારી સાથે પણ થયું કદાચ એ પાવાગઢની નોકરી મારા નસીબમાં કદાચ નહી હોય ને બન્યુ એવું કે પેલા મારા ભાઇના સંબંધી અચાનક હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા ને મારી નોકરી વાત પણ અહિંયા જ અટકી ગઇ...ખેલ ખલાસ ને નોકરી ગાયબ જેવી દશા થઈ મારી...મારે હસવું કે રડવું હું સમજી શકતો ના હતો
બે મહિનાથી હું નોકરીની તલાશમાં હતો ને એક ઉડતી નોકરી જયારે મને મળી તે પણ હાથમાંથી ચાલી ગઇ...
ફરી પાછા મારે ઘેર બેસવાના દિવસો આવ્યા ત્યારે મારા મગજમાં કેવા કેવા વિચારો આવ્યા હશે તે હું સમજી શકું છું. આજ સાથે મે પણ એક પાવાગઢના નામે ટેક લીધી કે હું ફરી કયારેય પાવાગઢના પગથીયા નહી ચઢું..ને આજ મારે પંદર વરસ ઉપર થઇ ગયા પણ કયારેય મને પાવાગઢ જવાનો વિચાર આવ્યો નથી ને મને હવે ત્યાં જવાનો પણ કોઇ જ ઉમંગ નથી.
બસ હવે ઘેર બેઠા જ જય મહાકાળી..બોલી લેવું સારું.
અંતમાં તમને એક વાત જણાવી દઉ કે જો તમને અમુક દેવ કે દેવી ઉપર લેણું જ ના હોય છતાંય તમે આખી જીંદગી તેમના મંદિરના પગથીયા ઘસી નાખો તો પણ તમારું કામ નહી જ થાય...
આ એક હકીકત છે તે માનવી જ પડશે.
ફોટો બીજા જ મંદિરનો છે પણ મંદિર તો કહેવાય જ ને!