એક  સાપ ની  વેદના 
ક્યારેક ક્યારેક મારે જમવા નું જોયે છે અને  ખુબ ઓછું પાણી પિવા પણ જ્યાં હુ  જમવા   જાવ છું ત્યાં લોકો લાકડી અને ગેડીયા થી મારુ  સ્વાગત કરે છે 
ખબર નય પણ  ક્યાંથી ગોતી ને એક  વ્યક્તિ ને બોલાવે. અને એ વ્યક્તિ  આવ્યા બાદ  બીજા 
બધા ના હાથમાં લાકડી અને ગેડીયા  લઈને મારાથી દૂર ઉભારહે પણ આ ભાઈ હાથમાં સ્ટીલ નો હુક લઈને બાજુમાં બેસી જાય. 
પછી કહે કે આ કંઈજ ના કરે. 
ત્યારે એ સાંભળતો નથી પણ હુ કઉ છું કે  ભાઈ હુ જમવા આવીયો હતો બાંધવા નય. 
પણ એતો  મને હાલતો કરે ત્યારે એમ થાય કે ચાલો કોક માળિયું જે મને સમજે છે  પણ ત્યાંતો એજ મારુ પૂછડું પકડી ને ઉંચો કરે. 
અને ઓલા સ્ટીલ ના હુક માં રાખે  
હુ ત્યારે પણ કહું છું કે મને નીચે રાખો મારા માથા પર વજન આવેછે પણ ત્યારે એ સાંભળે તો ને. 
પછી કાળા રંગ ની થેલી માં મને ધરાડ નાખે. 
અને માથે ગાંઠ પણ મારે.. 
ત્યારે મનમાં વિચાર આવે કે આજે છેલો દિવશ. 
પણ ના થોડી વારમાં મને એ એક નવી જગ્યા એ લઇ જાય અને કાળા રંગ ની થેલી ની ગાંઠ ખોલી અને મને એક અજાણ અને નવી જગ્યા માં મૂકે છે ત્યારે મને દુઃખ થાય કે મારા વિસ્તાર માંથી લઈને મને નવી જગ્યા આપો છો આયા હુ કૅમ જીવન વ્યતીત કરીશ. શુ ખાઈશ.. 
બસ આ વિચાર મનમાં ચાલતો હતો ત્યાં એજ ભાઈ એ પાછો ઓલો સ્ટીલ નો હુક લીધો.. 
મરીગયા આતો પાછો મને પકડશે અને પછી કાળા રંગ ની થેલી.. 
પણ એવું ના થયું એને એ હુક થી મારી પૂંછડી જરા હલાવી.. બસ પછી તો શુ આપડે આપડી  પૂરતી ઝડપે ભાગો.. પણ હા એ મિત્ર એ ભલે મને નવી જગ્યા એ મુકીયો.. 
પણ આયા ઓલા લાકડી અને ગેડીયા વાળા તો નથી.. એ સારુ છે 
અને આમ પણ ક્યારેક જમવાનું હોય છે  તો ગોતી લેશુ એમાં શુ. 
નવી જગ્યા હશે તો ખોરાક પણ નવો હશે.. 
અને હુ છેલ્લે છેલ્લે ભાગતા ભાગતા ઓલા સ્ટીલ ના હુક વાળ ભાઈ ને આવજો કહું છું  પણ  એ  ભાઈ મારા ફોટા પાડવામાં એટલા તલ્લીન  હોય છે કે  સંભાળતાજ નથી   
????
આ એક ઘર માં નીકળેલા સાપ ની  વાચા. 
.. 
બન્ને એકવાર માળિયા ત્યારે એ સાપે આ વાત મને કારી. 
મેતો એની વાતને માત્ર શબ્દબંધ કારિયા છે. 
લિ. 
કેયુર સાંચલા. 
??????