ટ્રેનો તો તમે ઘણી જ જોઇ હશે!
બહું પહેલા કોલસાથી ચાલતી ટ્રેનો હતી, ત્યાર બાદ ડિઝલથી ચાલતી ટ્રેનો આવી, ને સાથે સાથે ઇલેકટ્રીકથી ચાલતી ટ્રેનો ચાલવા લાગી, ને હાલ આ બંન્ને ટ્રેનો આજ પણ ટ્રેક ઉપર ચાલી રહી છે.
ને હવે તો નજીકના વર્ષોમાં કદાચ સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન પણ આવી જશે.
હાલ તેનો સરસામાન જાપાનથી આવવા પણ લાગ્યો છે ને હાલ બરોડામાં પણ ઢલવાઇ રહ્યો છે. આ બુલેટ ટ્રેન ભારતમાં લાવવાનું સ્વપ્ન આપણા નરેન્દ્ર મોદીજીનું છે. ને હવે જાપાનના સહયોગથી તે પરિપૂર્ણ થવા જઇ રહ્યું છે.
તો એક બીજા પણ ઉડતા નવા સમાચાર આવી રહ્યાં છે કે દુબઇ દેશના સહયોગથી દુબઇ-મુંબઇ વચ્ચે એક ટ્રેન સરકાર ચાલું કરવાની ફિરાકમાં છે પણ આ ટ્રેન જમીન ઉપર નહીં તેમજ બ્રીજની ઉપર પણ નહી પરંતું તે પાણીની અંદર ચાલે તેવી હશે. હાલ તો આ ટ્રેનની આખી યોજના હજી પેપરો ઉપર જ લખાયેલી છે. કદાચ તે પણ યોજના ગમે ત્યારે સફળ થાય તો નક્કી નહી!
પરંતુ આપણે પહેલા બુલેટ ટ્રેન નું સ્વાગત કરવાનું છે. તો રાહ જોઇએ કે તે કયારે આપણને જોવા મળે...ને તેમાં બેસવા મળે!
એક ફોટો બુલેટ ટ્રેનનું જે કામ કાજ શરું થઇ ગયું છે તેનો છે.(પણ સોરી, બે ફોટા એક સાથે આવી શકે તેમ નથી) બીજો ફોટો પાણીમાં ચાલતી ટ્રેનનો છે.
કયારેક સ્વપ્નમાં જોયેલા દ્રશ્યો સાકાર થતા વાર નથી લાગતી, કયારેક સાચા પણ અમુક સમયે પડતા હોયછે.