આંગણુ મસ મોટુ હતુ,,
મેળાવળા થવાના હતા વ્હાલા ઓના,,
એ આજીજી કરી બાબુલે,,
કંકોતરી કંકુ ને હરખ ને છાંટણે વહેચી રે,,
પીળા વસ્તરે પીઠી ના રંગ શૃંગાર ચઢ્યા,
ફટાણા ને ટુચકા અવાજ ગુંજી ઉઠ્યા,,
લગનીયા આવ્યા ઠરાવ લઈ,,
અમે આવશુ જાન જોડી રે આપે આંગણે,,!
બાપા ને ઉમંગ અણધાર્યો આ અવસરીયે,,
ઢોલ ના ધબકારા હૃદય ડોલાવતા,,
શરણાઈ ના શૂર ઉર મા આંસૂ રેલાવતા,,
મેમાન નો કલબલાટ જાણે વસમો(હરખથી) લાગતો,,!
''વિજ'' આજે આંગણે થી ઘર છુટી પડતુ,,
મારા રમકડુ આજે મુજ હૈયે થી છુટતુ,,
કલરવ આ મનમંદિરે થી છુટી પડતુ,,
દસે આંગળી એ સાહી કંકુથાપે કરતી,,,
જાણે બસ ભાગલા પડ્યા અજાણી જીંદગી ના,,,!!