ઘણા લોકો એમ કહેછે કે ગરીબ કે ભિખારીને જમવાનું આપો પણ પૈસા કયારેય ના આપશો!
શું આ વાતમાં તમે સંમત છો !
ભૈ હું તો નથી ખરેખર...
હવે તમે આ વાતમાં સંમત હો તો એ તમારો વિષય છે એમાં મારાથી કંઇ જ ના કહેવાય. કારણકે કંઇ પણ આપનાર તમે પોતે છો. ને તેને આપવાની ચીજ પણ તમારી છે. ને તમે જ તેના માલિક છો તમે જમવાનું આપો કે પહેરવાનું આપો કે એક બિસ્કીટનું એક પેકેટ આપો કે સો ગ્રામ મેથીના તાજા તળેલા ભજીયા આપો!
પણ હું એમ માનુ છુ કે તમે દરેક જીવન ઉપયોગી ચીજ તેને આપો પણ જો તેની માગણી પૈસાની જ હોય તો તેને પૈસા જરુર આપવા જોઈએ.
કારણ કે જીવન જરુરીયાત ચીજો સિવાય તેને કંઇક બીજું ખરીદવાની ઇચ્છા જો તેના મનમાં હોય તો આપેલ પૈસાથી તે સહેલાઇથી ખરીદી શકે છે.
આપણે એકવાર બે, પાંચ, કે દશ, રુપિયા આપી દીધા પછી તે તેનું શું કરેછે તે આપણે જોવાની જરૂર નથી.
દા ત..તમે મંદિરમાં એક હજાર રૂપિયા દાન પેટે લખાવ્યા પછી તે મંદિરની કમીટી તે પૈસાનું શું કરેછે તે આપણે કયાં જોવા રહીએ છીએ! એકવાર દાન પેટે રકમ આપી દીધી એટલે આપણું દાન કરવાનું કામ પુરું થયું.
એવી જ રીતે કોઇ ગરીબ કે ભિખારી આપણે આપેલા પૈસાનું શું કરેછે તે આપણે જોવા કે જાણવાની જરુર હોતી નથી. પછી તે પૈસાનું ભોજન જમે કે પાન બીડી કરે કે વિમલ ખાય બસ એ પછી એનું કામ છે. એ ભિખારી છે તે આજે પણ માંગશે, ને કાલે પણ માંગશે. આપવું ના આપવું તે આપણું કામ છે. પણ હા, તમે ભલે ના આપો પણ બીજું કોઇ પૈસા આપતું હોય તો વચ્ચે આપણે બોલવાની બીલકુલ જરુર નથી હોતી..કે આને પૈસા તમે ના આપશો!
ભિખારી પણ એક માણસ છે. તેને પણ ઘણી જ ચીજોની જરુરીયાત હોઇ શકે છે.
બીજા ઘણા લોકો એમ પણ કહેછે કે પૈસા આપો એટલે તેઓ આંકડા રમે છે, દારુ પીવે છે, જુગાર રમે છે, વગેરે..
તો આપણે પણ કયાં તેમનાથી કમ છીએ! આપણે પણ તે લોકોની જેમ જ કયાં ને કયાં કરતા જ હોયએ છીએ. કારણકે એ પણ બધી આપણી રોજીદી જરુરીયાત હોયછે.
આપો કંઇપણ પછી આપ્યા પછી પાછળથી કંઇ પણ વિચારો નહી.
આપો એક દાન પેટે...
કરો એક સેવા રુપે...
આપવું એજ આપણો ખરો ધર્મ છે ને લેવું એ જ તેનો ધર્મ છે.