Gujarati Quote in Good Morning by ધબકાર...

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભાવ* *(મારું લાગણીનું વિશ્વ)*

આપણા સંબંધ માટે પ્રયત્ન કરું જ છું અને કરતો રહીશ !
આ જ ભાવ સાથે સાથ આપતો રહીશ..!!

સંબંધમાં સ્નેહ સાથે લાગણીઓ ભરું છું અને ભરતો રહીશ !
આ જ ભાવ સાથે તને જીવાડતો રહીશ..!!

પ્રેમ ભર્યા સાથ સાથે તને વર્યો છું અને વરતો રહીશ !
આ જ ભાવ સાથે તને ચાહતો રહીશ..!!

તેં મારામાં પૂર્ણતા ભરી તેમ હું તારામાં પૂર્ણતા ભરતો રહીશ !
આ જ ભાવ સાથે તને પૂર્ણ કરતો રહીશ..!!

ભલે હું શ્યામ નથી અને નથી તું મારી રાધા, એ મનમાં રાખીશ !
પણ પ્રેમભાવ સાથે સથવારો આપતો રહીશ..!!


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111061281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now