ઘણા લોકો પોતાની બાઇક ચલાવતા હોય છે ત્યારે પોતે હેલ્મેટ પહેરતા નથી!
કારણ ઘણા બધા હોયછે...
માથું દુખેછે..
માથે ભાર લાગે છે...
કાનમાં બહેરાશ આવેછે..
આ બધા ઘણા કારણો હોયછે.
આમાં ઘણા કારણો વ્યાજબી પણ હોયછે ને ઘણા કારણો ખોટા પણ હોયછે.
હેલ્મેટ પહેરવાથી આપણા માથાનું રક્ષણ થાયછે. કયારેક અકસ્માતમાં મરતા આપણે બચી જઇએ છીએ. એ કોઇ શોખ માટે પહેરવાનું હોતું નથી. ફકત તે આપણા નવા જીવન માટે જ હોયછે.
ભારતમાં લગભગ 90 ટકા માણસો માથામાં વાગવાથી મરેછે.
એ તમે કદાચ નહી જાણતા હો! પણ એકવાર જો માથામાં ગંભીર વાગે તો બચવાના ચાન્સ ઓછા હોયછે. કારણ કે માથામાં વાગવાથી તેની અસર મગજો ઉપર પડેછે. કારણ કે માથું ફાટી જવાથી મગજને નુકસાન થાયછે.
આપણા શરીરનું રીમોટ આપણું મગજ છે. જે કુદરતે માથા રુપી એક કવચમાં ફીટ કરેલું છે.
માટે બાઇક ચલાવો કે પાછળ બેસો તો તરત તમારું વજનદાર હેલ્મેટ પહેરવાનું ના ભૂલશો...
કારણ કે બહાર ગયા પછી પાછું ઘેર આવવાનું છે, જીવતા નહી કે એક શબ બનીને..
ઘરે પણ આપણે કોઇને મુકીને ગયા છે. જે આપણા પાછા આવવાની રાહ જોતા હશે! તેમને આપણે રડાવવાના નથી પણ પાછા આવીને તેમને ખુબ હસાવવાના છે તે ના ભૂલશો...
એજ આપણો શુભ ચિંતક...
હર્ષદ પટેલ.
સદાય આપણી સાથે...?