'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માથે માત્ર 3 વર્ષ જ રહેશે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનો તાજ?
નેશનલ ડેસ્કઃ31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. અનાવરણ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી મોટી પ્રતિમા કહેવાશો. જે અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા બેગણી મોટી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, 44 મહિનામાં લગભગ 3000 કરોડ રૂપિયામાં તૈયાર થયેલી આ પ્રતિમા થોડા જ દિવસો માટે દુનિયાની સૌતી મોટી પ્રતિમા કહેવાશે. આ પ્રતિમાથી મોટી છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યૂ મુંબઈમાં અરબ સાગરમાં બનાવાશે. જે દુનિયાનું સૌથી મોટુ સ્ટેચ્યૂ કહેવાશે.
શિવાજીના વિશાળ સ્ટેચ્યૂને બનતા 3 વર્ષ લાગી શકે છે
અહેવાલો પ્રમાણે, અનુમાન લગાવાઈ રહ્યું છે કે, શિવાજીના વિશાળ સ્ટેચ્યૂને બનતા 3 વર્ષ લાગી શકે છે. એટલે કે આ સ્ટેચ્યૂનું કામ 2021માં પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઊંચાઈ 182 મીટર છે ત્યારે શિવાજીના સ્ટેચ્યૂની ઊંચાઈ 212 મીટર હશે. જે સરદારની વિશાળ પ્રતિમાથી 30 મીટર વધારે હશે. શિવાજીના આ સ્ટેચ્યૂને શિવ સ્મારકના નામેથી ઓળખવામાં આવશે. પીએમ મોદીએ 24 ડિસેમ્બર 2016ના રોજ મુંબઈમાં અરબ સાગરમાં બનનારા શિવાજી સ્મારકનો પાયો નાખ્યો હતો.
શિવાજી સ્મારકને પણ પર્યટકો માટે બનાવાશે
ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ પ્રતિમાને પર્યટક સ્થળ બનાવાઈ રહ્યું છે, એવી જ રીતે શિવાજી સ્મારકને પણ પર્યટકો માટે બનાવવામાં આવશે. જેવું આ સ્મારક તૈયાર થઈ જશે, પર્યટક અહીંયા ચાર જગ્યાએ પહોંચી શકશે. જેમાં ગેટવે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ, કોલાબા રેડિયો ક્લબ અને સાગર સંગમનું નામ સામેલ છે. આ પ્રતિમાને બનાવવા પાછળ અંદાજે 3600 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.
કોની પાસે છે પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે બીજી મહારાષ્ટ્ર સરાકાર દ્વારા આશરે 3800 કરોડ રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ નિર્માણ પામી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધીમાં 2300 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ ચૂક્યો છે. જ્યારે આ ખર્ચ વધીને 3000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે બંન્ને મર્તિઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂબ્રો(એલએન્ડટી)ને મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અહીંયા એક બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને ઘણા લોકોને બચાવ્યા હતા, પરંતુ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ દુર્ઘટના બાદ સ્મારકને દરિયાના બદલે જમીન પર બનાવવાની માંગે જોર પકડ્યું છે