*પ્રકૃતિ*
ઓ માનવ તને કરું નાદ,
હું છું...પ્રકૃતિ..!!
તે વાળ્યો મારો સત્યાનાશ,
હું છું... પ્રકૃતિ...!!
નાના ભૂલકાં સંગ રમી,
મોટેરાઓની શાન બની,
છતાં જીવન મારું જોખમાયું,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!
સમી સાંજનું હું હીર બની,
તરસ્યા નું હું નીર બની,
છતાં ના મારો કોઈ રખેવાળ,
એ જ "હું" છું... પ્રકૃતિ..!!
ભોજનમાં તને ધાન આપ્યું,
આપું તને ઠંડી છાયા,
છતાં મુકી તે મારી માયા,
એ જ "હું" છું...પ્રકૃતિ..!!
તારા પ્રેમનું હું પ્રતિક બની,
બની તારી લાગણીની ભાષા,
છતાં છોડી તે મારી પ્રીત,
એ જ "હું" છું...પ્રકૃતિ..!!
સાંભળ મારી કરુણતાનો સાદ,
હું છું...પ્રકૃતિ..!!
વિનવું મારામાં તું પૂરને પ્રાણ,
હું છું...પ્રકૃતિ..!!
સોરી મિત્રો કંપની ના નવા રુલ્સ પ્રમાણે હવે હું લંચ ટાઈમ માં અથવા રાતે જ તમારી કોમેન્ટ નો રિપ્લાઈ આપી શકીશ...
સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...