મજાની સૃષ્ટિ
રચી ઈશ્વરે આ સુંદર મજાની સૃષ્ટિ,
સુખ સગવડતાઓની તેમાં કરી અતિવૃષ્ટિ.
જુદાં જુદાં ક્રમોને બનાવ્યા ખૂબ જ સુંદર,
જેને જાણીએ આ કવિતાની જ અંદર.
સવાર થતા જ ફૂલ આળસ મરડીને ઊભું થતું,
કંઈક નવા સ્વપ્નાઓ સંગાથે ફરી ખીલી ઉઠતું.
મધ્યાહ્ન વેળાએ પ્રકૃતિ તડકાની વેદના સહન કરતી,
અને જીવનને રંગીન બનાવવા તે વેદનામાંથી પણ ઉભરતી.
સાંજ સમયે પ્રકૃતિ પવનના ઝોકા સંગ થનગનાટ નાચતી,
અને જીવનને રંગબેરંગી બનાવવાની દિશાઓ સૂચવતી.
રાત થયે અંધકાર થાય છે જરૂર પરંતુ,
પ્રકૃતિને આશા છે ફરી એક નવા સવારની,
ફરી એક નવા સ્વપ્નની,
ફરી એક નવી વેદનાની,
ફરી એક નવા રંગબેરંગી જીવનની.