ગીતા મહાભારત રામાયણમાં ઉલ્લેખ કર્યો છે કે ગાયને એક રોટલી જરૂર ખવડાવો તેનાથી ઘણું પુણ્ય મળેછે, ચાલો સાચી વાત છે
તો શું બીજા પ્રાણી એ જીવ નથી! ભેંસ બળદ બકરી..!
ભેંશ મીઠું દૂધ આપેછે,બળદ ખેતરમાં સખત કામ કરેછે,
જ્યારે બકરી ઘરની આજુબાજુ નકામું ઘાસ સાફ કરેછે તેમજ તે પણ દૂધ આપેછે તો શું બીજા પ્રાણી ઓને રોટલી આપવાથી પુણ્ય મળતું નથી!
તદન ખોટી વાત છે...
દરેક પ્રાણીઓ છે ને તેમનામાં જીવ હોયછે ને દરેક જીવને ખવડાવવાથી પુણ્ય અવશ્ય મળેછે.
કહેવત છે કે ખવડાવવા જેવું કોઈ પુણ્ય નથી.
ક્રિષ્ના ભગવાન જ્યારે નાના હતા ત્યારે તેઓ ગાય સાથે અચૂક રમતા હતા ને ગાય વગર તેઓ જરાય રહેતા નહિ આમેય ગાય એ કૃષ્ણનું વાહન કહેવાય છે..માટે આપણે ગાયને વધુ મહત્વ આપ્યું છે કે ગાયને રોટલી જરૂર ખવડાવવી,ગાયને મરાય નહિ કે ગાયને કાપીને ખવાય નહીં.
દરેક વાત સાચી છે...
આપણે ગાયને મારતા નથી પણ ગોવાળિયા જે એકથી વધુ ગાયો પાડેછે ને જ્યારે તે ગાયોને ચરાવવા ખેતરોમાં લઈ જાયછે ત્યારે તેઓ લઈ જતાં જે ગાયોને લાકડીથી મારે છે તે માર ફક્ત ગાયો જ જાણી શકે.
તેઓની આંખોમાંથી અશ્રુધારા ટપકતા હોયછે..તે તમે ક્યારેય જોયું છે!
ધર્મ કહેછે કે ગાયને રોટલી જરૂર ખવડાવો..સાચી વાત પણ હું કહુછુ કે ગાયની સાથે સાથે દરેક પ્રાણીઓ ને રોટલી અથવા ઘાસ જરૂર ખવડાવવું જોઇએ કારણકે તે પણ એક ગાય જેવાજ પ્રાણીઓ છે.
પ્રેમભાવ, લાગણી એક સરખા હોવા જોઇએ તેમાં કોઈ ભેદભાવ ના રાખવો જોઇએ,કે ના કરવો જોઇએ.માણસે ધર્મની સાથે સાથે પોતાની લાગણી કે પ્રેમ ભાવ ના બદલવો જોઇએ
દરેક પ્રાણીઓ,પક્ષીઓ ને માનવજાતને એક નજરે જુઓ,એજ માણસનો અસલ ધર્મ છે.