પ્રેમની પહેલ...
યોગ વિયોગથી વાકેફ હોય,
તો જ પ્રેમનું પગથિયું ચઢજે.
કાળજે ઘા ઝીલી શકાતો હોય,
તો જ પ્રેમનું સાહસ કરજે.
પામવા કરતા ત્યજવું વધુ પડે છે,
ધારવા જેટલો સહેલો નથી.
આધાર વગર રડી શકાતું હોય,
તો જ પ્રેમનું ગાંડપણ કરજે.
જોઈ બીજાને આ નકલ ના કરીશ,
સવાલ અઘરો ને અટપટો છે.
પરિણામની જો પરવાહ ના હોય,
તો જ પ્રેમની પહેલ તું કરજે.
મિલન લાડ. વલસાડ.
#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub