ફૂલ
નિહાળી ફૂલોને, મન થયું પુલકિત,
જીવન મહીં સંચરી એક નવી આશ.
ઝાકળ બિંદુ ટપક્યું, ફરી વળી લાગણી ની ભીનાશ,
સુરજ પડઘાયો, બન્યા હીરા હજાર.
હૈયે ભરી ઝાકળ ની ભીનાશ,
ફૂલોથી દૂર, ગઇ ઘરની બહાર.
સાંજે આવી પરત અને એક કૌતુક થયું,
સવારનું ફૂલ હજી ખીલેલું રહ્યું!
દૂર છતાં સુંદર, મનમોહક અતીવ,
ફૂલ હતું એ… કે કોઈની અમર આશ?
હાય, કુતુહલ! ગઈ એની પાસ,
હાથ માં લઈ જોયું તો થયા ટુકડા હજાર…
અરે! આ શું? ના સુગંધ, નહિ ઝાકળ ની ભીનાશ, માત્ર કાગળ નું ફૂલ, નહીં ભમરાનો સાથ!
માનવ સર્જિત અૉસબિંદુ કરી ગયા કમાલ,
જીવન મહીં સંચરી, એક નવી આશ.,
ફરી વળી લાગણી કેરી ભીનાશ.
અમિષા શાહ _અમી.