બદલતી મંઝીલે...
વિચારોની મહેફિલમાં રાચતો હોય છે માનવ,
અને તે વિચારોની મહેફિલમાં,
ક્યારે તે તેના જીવનનો માર્ગ બનાવી બેસે,
તે તેને ખુદને નથી સમજાતું,
જ્યાં માર્ગ છે ત્યા ધ્યેય નિશ્ચિત છે,
પણ છે જિંદગીના અનેક પ્રકાર તો માર્ગ પણ હોય અનેક,
જ્યાં અનેક હોય ત્યાં મૂંઝવણ ઘણી,
તો માર્ગની મૂંઝવણમાં મુકાય માનવ,
બની શકે મૂંઝવણમાં હોય અટકણ,
અટકણ માં ભટકે માર્ગ,
પણ ધ્યેય રહે જીવિત,
તો અનેકમાંથી એક માર્ગ,
બનાવી જાય જિંદગીને જીવી જાણી....