ગુપ્ત વંસાવલી-ભાગ-8
પ્રિયદર્શી સમ્રાટ અશોક- ધૂમકેતુ
ધૂમકેતુએ આ નવલિકાની શરૂઆત કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરીલે છે ત્યાંથી કરી છે.
શાંતિ અને ક્ષમા એ વિરના આભૂષણ છે એ કહેવત પ્રમાણે જ મહારાજ અશોક યુદ્ધને તિલાંજલિ આપી શાંતિનો માર્ગ પસંદ કરે છે અને બૌદ્ધ ધર્મને ભારતમાં ફેલાવે છે. આખું રાજકુટુંબ બૌદ્ધ ધર્મ અપનાવે છે અને રાજકુમારો ભીખુ થઈ જાય છે કરોડો કાર્ષાપણો (તે સમયનું ચલણ) બૌદ્ધ ધર્મના ફેલાવા પાછળ વપરાય છે. પણ મગધનો વિચક્ષણ મહાઆમત્મ્ય રાધાગુપ્ત જાણતો હોય છે કે આ તો સમ્રાટ અશોકનો પ્રતાપ છે એટલે બધા પ્રદેશ પતિ શાંતિથી બેઠા છે જો હવે કોઈ યુવરાજ પોતાની બહાદુરી નહીં બતાવે તો પછી નિર્બળની શાંતિની વાત કોઈ માનસે નહીં અને પ્રદેશપતિ જ સ્વતંત્ર રાજા બની જશે અને આખા ભારતમાં વિગ્રહ થશે. તેનો ફાયદો કોઈ વિદેશી આક્રમણકાર ઉઠાવશે. જો શાંતિ જાળવવી હશે તો મગધ હજુ પણ એટલુંજ સામર્થ્યવાન છે તે બતાવવું પડશે. આ બધી વાત તે મહારાજ અશોક ને કહે છે. અને સાથે એ પણ કહે છે કે 'રાજાનો એક જ ધર્મ હોય છે રાજધર્મ' જો માત્ર બૌદ્ધ ધર્મ માટેજ રાજ સંપત્તિ વેડફાસે તો ભવિષ્યમાં પ્રજા ક્યારેય રાજાનો વિશ્વાસ નહીં કરે. પણ મહારાજ અશોક તેની વાત સમજતા નથી અને પરીણામ એજ આવે છે ચારે દિશાના પદેશપતિ બળવો કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપે છે.
સ્ત્રીના પ્રેમ અને સમર્પણ તો દરેક રાજ્યના પાયામાં રહેલા હોય છે પણ આ નવલિકામાં બીજી પણ એક વાત છે કે વેર ઈર્ષા અને બદલાની ભાવનાથી ભરેલ સ્ત્રી એક મહાન સામ્રાજ્યને પણ છિન્ન ભિન્ન કરી શકે તેટલુ સામર્થ્ય ધરાવે છે.
જેમ જેમ આ શ્રેણી આગળ વધતી જાય છે તેમ તેમ ધૂમકેતુ માટેનો અહોભાવ વધતો જાય છે.
આટલી મોટી નવલિકા શ્રેણી લખવા માટે કેટલી મહેનત કરી હશે એ વિચારીનેજ ધૂમકેતુ સામે નતમસ્તક થઈ જવાય છે.