ગુપ્તવંશાવલી- ભાગ-7
પ્રિયદર્શી અશોક- ધૂમકેતુ
જેમ રાજપરંપરા વારસાગત હોય છે. જેમ રાજાનો દિકરો રાજા બને છે તેમજ મહાઆમત્મ્યની પણ પરંપરા હોય છે પણ તે વારસાગત હોતી નથી. રાજનિતિજ્ઞમા જે શ્રેષ્ઠ હોય તે મહાઆમત્મ્ય બને છે. ગુપ્ત વંશાવલીમાં પણ અજાત સત્રુના સમયમાં મહાઆમત્મ્ય વર્શકાર હતા.ત્યારબાદ ચંદ્રગુપ્તના સમયમાં મહાઆમત્મ્ય ભગવાન ચાણક્ય હતા અને ત્યારબાદ આ કથાની શરૂઆત જ્યાથી થાય છે ત્યારે ચંદ્રગુપ્તના પુત્ર રાજા બિંદુસારના સમયમાં મહાઆમત્મ્ય રાધાગુપ્ત હતા. ચંન્દ્રગુપ્તને મગધપતિ બનાવ્યો ત્યારેજ ભગવાન કોટીલ્યે રાજસતાની એક નવી પરંપરા શરૂ કરી હતી જેમાંં રાજા કોઇ પણ નિર્ણય એકલો લઇ શકતો નહી. કોઇ પણ નિર્ણય પહેલા મંત્રીમંડળમાં નક્કી થતો.આ મંત્રી મંડળમાં રાજા, યુવરાજ, સેનાપતિ, ઉપસેનાપતિ, મહાઆમત્મ્ય એમ રાજના અગ્રીમ લોકો રહેતા. આ મંત્રી મંડળ દ્વારા લેવાતો નિર્ણય અમાત્મ્ય સભા જેમાં 500 અમાત્મ્યો હોય તેમાં મુકવામાં આવતો.અમાત્મ્ય સભા તેના પર વિચાર વિમર્સ કરતી. જો અમાત્મ્ય સભા માન્ય રાખે તોજ આ નિર્ણય રાજા જાહેર કરી શકતા. અમાત્મ્ય સભા અને મંત્રી મંડળ પર મહાઆમત્મ્યનો કંટ્રોલ રહેતો. અત્યારની આપણી લોકશાહી બ્રીટનમાંથી નથી જન્મી પણ ભગવાન કોટીલ્યે સ્થાપેલ આ પરંપરાનોજ એક ભાગ છે જેમા રાજાના સ્થાન પર રાષ્ટ્રપતિ છે અને મહાઆમત્મ્યના સ્થાન પર વડાપ્રધાન છે મંત્રીમંડળનુ સ્થાન યથાવત જ છે અને અમાત્મ્ય સભાના સ્થાન પર સંસદ સભા છે.
આ નવલિકાની શરૂઆત રાજા બિદુસાર મૃત્યુ શૈયા પર હોય ત્યાંથી થાય છે તે પોતાના પુત્ર સુમન કુમારને રાજા બનાવવા માગે છે પણ અમાત્મ્ય સભા અને મહાઅમાત્મ્ય રાધાગુપ્ત જાણતા હોય છે કે મગધને જો જાળવી રાખવુ હોય તો રાજા તરીકે અશોક જ હોવો જોઇએ. રાજાની ઈચ્છાની વિરુદ્ધ મહાઆમત્મ્ય અને આમત્મ્ય સભા અશોકને રાજા બનાવે છે અને તેને લીધે મગધની સતા દુર સુધી ફેલાય છે. છેલ્લે મહારાજ અશોક કલીંગ સાથે યુધ્ધ કરે છે અને કલિંગ પર વિજય મેળવે છે. આ નવલીકામાં ભગવાન કોટીલ્યની રાજ પરંપરા જાળવી રાખવા માટે મહાઆમત્મ્ય રાધાગુપ્ત કટીબધ્ધ હોય છે અને છેલ્લે તેની આ કટીબધ્ધતાનો જ વિજય થાય છે.