ગુપ્ત વંશાવલી- ભાગ-4
મહાઅમાત્મ્ય ચાણક્ય - ધૂમકેતુ.
આ ભાગમાં સિકંદરના આક્રમણથી કથા પ્રવાહ આગળ વધે છે. આક્રમણને કારણે ચાણક્ય અને ચંદ્રગુપ્ત તક્ષશિલા છોડે છે.ચાણકય મગધ જાય છે અને મગધના રાજા ધનાનન્દનો પ્રજા પર થઈ રહેલો અત્યાચાર જોઈ તે રાજાને સતાં પરથી દૂર કરવાનો નિશ્ચય કરે છે. ધનાનન્દ તેનું ભર સભામાં અપમાન કરે છે અને ચાણકય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી નંદ વંશનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી આ શીખા હું બાંધીશ નહીં. ત્યારબાદ ચાણકય બધા પરવતેશ્વરોને એક કરવાનો અને તક્ષશિલાને ફરીથી તેની મૂળ પ્રતિષ્ઠા સાથે પુનરૂથ્થાન કરવાનો પ્રયાસ કરે છે.
આ બુકમાં ત્રણ મહાન રાજનીતિગ્યો ચાણકય, મહામંત્રી સકટાલ, અને મગધના આમત્મ્ય રાક્ષસ વચ્ચેનો સંઘર્ષ ખૂબ જ સરસ રીતે વર્ણવ્યો છે. ચાણક્યની રાજનીતિના કેટલાક સુંદર વાક્યો આમા વર્ણવેલા છે.જેમાં ચાણક્ય કહે છે:
# દુનિયા આખી એક છે ચંદ્રગુપ્ત, કોઈ કોઈનાથી જુદા હોતા નથી.પણ જુદા ક્યારે પડે તે જાણવું એનું નામ રાજનીતિ.શી રીતે જુદા પડે તે જાણવું તેનું નામ અર્થનીતિ, અને કોણ જુદા નહીં પડે તે જાણવું તે ધર્મનીતિ.આપણી પાસે આ ત્રણ વિદ્યા હોય તો ત્રિભુવન આપણે ચરણે છે.
# રાજનીતિના યુદ્ધમાં વધારેમાં વધારે સાવચેત રહી, બીજાના વિશ્વાસે પ્રજાને ન સોંપનારો, રાજનીતિ સમજે એમ ગણાય.
ધૂમકેતુ જેવા લેખકોને લીધેજ ગુજરાતી સાહિત્ય આટલી ઊંચાઈ પર પહોંચ્યું છે. આવા સાહિત્યકારને મારા સત સત વંદન.