' Miss Mira ' એટલે ' પૂર્વી જીગ્નેશ શાહ '
એમની આ ફિજિકલ પબ્લિશ થયેલી બૂક છે...
' સંવેદનાના સ્પંદન '
આ બૂક મેં એમની પાસે માગી અને એમણે મને મોકલાવી આમપણ એ મારા માટે એક જીવંતતા ના કારણ બન્યા છે એમને જાણ્યા પછી એમની એકપણ પોસ્ટ મેં મિસ નથી કરી કારણ એમના ગમતા પાત્રો માધવ, રાધા મારા પણ પ્રિય છે અને એમની પોસ્ટ આ પાત્રોની આસપાસ જ હોય છે...
આ બૂક માં જીવન અને જીવનના અનેકવિધ રંગો પ્રેમ, લાગણી, ખુશી, અહમ, સફળતા, દુખ, અપમાન એવા અનેક રંગો ઉપર રચના કરવામાં આવી છે...
આ જીવનના રંગો સાથે હળવાશથી રમતા જીવન રસપ્રદ અને ઉદાહરણરૂપ બની જાય છે એ વિષે સમજાવવામાં આવ્યું છે...
મારા માટે ખાસ બૂક છે કારણ કે મને પર્સનલ ઓળખતા પાત્રો ગોરા એન ત્રિવેદી પછી આ બીજા એવા વ્યક્તિત્વ છે જેમની ફિજિકલ બૂક હાથમાં આવી... આ બૂક હાથમાં આવતાની સાથેજ એક અનેરો આનંદ છવાઈ ગયો... મન ખુશ થઈ ગયું... વાહ, અદ્ભૂત લાગણીઓ છવાઈ ગઈ...
ખુબ ખુબ આભાર... મિસ મીરા મને આ ખુશીમાં સહભાગી બનાવવા બદલ...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...