મારો કાનો જે વાસુદેવ સુદ આઠમ ની મધ્ય રાત્રી અને આઠમ ના ચંદ્રમાની જીણી જીણી અંજવાસે કાના ને માથે સુંદલી માં મારા કાના ને લઇ આવતા હતા અને બરોબર એમ કેવાય કે નદિ પણ કાના નો આભાસ થયો હોય એમ એ યમુના નદિ હિંચતી હતી અને માઁ યમુના એ એના પાણી ના સ્પર્ષ વડે ક્ના ને આશીષ આપ્યા હતા અને કાના ઓવાણા લીધા હતા,
ત્યાર બાદ નદિ પાર યમુના થી થોડે દુર આંબા નુ ઘટાધોર ઝાડ હોય છે વાસુદેવ જી મહારાજ ત્યાં થાક ખાય અને આંબા ને કાના ની આંખો માં તેજ જોયુ અને એક કેરિ એ સુંદલી માં પડિ અને આંબા ની ડાળખી એ ભગવાન ના ચરણ સ્પર્ષ કર્યા અને આંબો ચૌઉદ ભુવન નો રાજા બન્યો માટે ભારત દેશ માં ભારત નુ ફળ એટલે કેરિ કહેવાય છે,
વાસુદેવજી મહારાજ નંદબાવા ની ગમાણ પાસે જ્યાં ગૌરી નામની તાજી માઁ બનેલી ગાયમાતા હોય છે એની પાસે કાના ને મુકિ ને જાય છે,તાજી ગાય નુ વછેરુ કાના ને જોય ને કહે છે આવી ગયા મારા નાથ હવે તુ મને કદિ મુકિશ નહિ આપણે બંને એક જગ્યા પર છી અને અંયાજ રહિશુ આવી વાતુ થતી હતી ત્યાં ગાયમાતા જાગી અને મારા કાના સામે જોયુ ત્યાં કાના ના હોઠ સુકાયેલા જોઇને ગાયમાતા કાના પાસે આવી ને દુધ ની છેર કાના ના મુખ માં આપી અને પેલુ દુધ કાના એ ગાય માતા નુ પીધુ,
નારાયણ અને માઁ લક્ષ્મીજી આ જોઇને ખુબ જ હરખાઇ છે અને નારાયણ તેત્રીસ કરોડ દેવી દેવતા નુ આહવાન કરીને ગાય માતા માં સમાવાનુ કિધુ અને પ્રુથ્વી લોક ને જે જે મનુષ્ય જીવ ગાયમાતા ની સેવા કરશે એને સાચવે તો એના અને ઘર પરિવાર પર તેત્રીસ કરોડ દેવી દેવતા ક્રુપાઇ માન થાશે અને સદેવ એમનુ કલ્યાણ કરશે,
બીજા દિવસે એટલે કે શ્રાવણ સુદ નોમ ના સવારે છ વાગે નંદબાવા ના કાને કાના નો રોવાનો અવાજ સંભળાય છે અને માઁ યશોદા સાથે નંદબાવાજી ગમાણ પાસે જાય છે જ્યાં કાનો સુંદલી માં સુતો સુતો રડતો હોય છે અને માઁ યશોદા કાના ને હાથ માં લઇ ને ઘર માં પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા ની સાથે તમામ દેવી દેવતાઓ કાના નુ ફુલ ની વર્ષા કરી ને સ્વાગત કરે છે અને આ બાજુ કૈલાશ માં મહાદેવજી થી રહેવાતુ નથી એટલે એ માઁ પાર્વતીજી ને કહે છે ચાલો આપણે ધરતી લોક જઇને નારાયણ નુ મુખ દર્શન કરીએ અને નામ કરણ કરીએ,
આમ મહાદેવજી સ્વયંમ નંદબાવા ને ત્યાં આવે છે મુખ દર્શન કરી ને મનો મન બેવ વાતો કરે છે અને નંદબાવાજી કિધુ મહારાજ આ બાળક નુ નામ શુ રાખીએ ત્યારે ભગવાન મહાદેવજી એ કિધુ ક્રિષ્ના...અને ગામ અને ગામ વાસી તેમજ ગોપીઓ કાનો કહિને બોલાવે છે અને આજ ના દિવસે એટલે નોમ ના દિવસે કાના ને પારણા માં આખુ ગામ જુલાવે છે માટે આજ ના દિવસ ને પારણા નવમી કહેવાય છે....
બોલીયે શ્રી બાળ ક્રિષ્ના ભગવાન કિ જય....
દિપ'સ ગઢવી....
॥રાધે રાધે॥