Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંબો  અખંડ  ભુવન  માં  થી  ઉતર્યો, વ્રજભૂમિ માં  આંબાનો  વાસ ,

સખી રે આંબો  રોપ્યો.

વાસુદેવે  તે   બીજ   વાવીયું,  હુવો  દેવકીજી   ક્ષેત્ર   પ્રકાશ .  સખી રે

આંબે   જશોદાજી એ  જળ   સિંચ્યા , નંદ -ગોપ   આંબા  ના  રખવાળ.  સખી રે

બ્રહ્માજી  એ તે   ચાર  પત્ર  લખ્યાં, મુનિ  નારદે  કીધાં છે  જાણ.    સખી રે

વ્યાસ  મુનિ  એ  તે  વિસ્તાર્યાં,  તેના  નવે  ખંડ  માં  નામ .            સખી રે

આંબો   ધ્રુવ   પ્રહલાદે   અનુભવ્યો , તેનાં  સેવનારા  વ્રજનાર .    સખી રે

દ્વાદશ સ્કંધ   આંબા ના   થડ   થયા , ત્રણસોપાંત્રીસ અધ્યાય છે શાખ સખીરે

અઢાર હજાર શ્લોક  ની  આંબે  ડાળીઓ, પાંચસે છોંતેર હજારઅક્ષર આંબે પાન   સખી રે

કલ્પવૃક્ષ  થઇ  આંબો  દુઝિયો, એની  ચૌદ  ભુવન માં છે  છાંય . સખી રે

તે  ફળ શ્રી  શુકદેવજી  વેડી ગયા, પરીક્ષિત બેઠાગંગા ને તીર .સખી રે

તેનો રસ  રેડ્યો  પરીક્ષિત  શ્રવણ માં ,ખરો  અનુગ્રહ  નો  આધાર. સખી રે

સાત  દિવસ માં  કૃષ્ણ પદ  મળ્યું ,જય શ્રી  પુરષોત્તમ  અભિરામ . સખી રે

કલિયુગે  પુષ્ટિમાર્ગ  માં પરવર્યો , ધન્ય ધન્ય  તૈલંગકુલ અવતાર.  સખી રે

આંબો  ગાય  શીખે ને  સાંભળે, તેનો  ચરણ કમલ માં  વાસ . સખી રે

જાંઉ  શ્રી  વલ્લભ કુલ ને  વારણે, બલિહારી જાએ માધવદાસ .  સખી રે


આપ સર્વ ને મારા દિલ થી જય શ્રી ક્રિષ્ના....


॥રાધે રાધે॥

deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111028975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now