વિશ્વ ડાબોડી દિવસ :-
-----------------------
1976 થી દર વર્ષના 13 ઓગસ્ટે 'વિશ્વ ડાબોડી દિવસ' ઉજવાય છે.
હું પણ જન્મથી જ ડાબોડી છું. મારા માતા-પિતાએ મારા ડાબોડી હોવાનો કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો.
મારા ઘણાં એવા મિત્રો છે જે જન્મથી તો ડાબોડી હતાં પરંતુ માતા-પિતા, શિક્ષકો,સમાજ વગેરેના દબાવથી પોતાની કુદરતી આદતો બદલવા મજબૂર થયેલા.
હાલના 'જાગૃત સમાજમાં' પણ મુખ્યત્વે ડાબોડી લોકોને બે જગ્યાએ સૌથી વધુ ટહોણા-મહેણા સાંભળવા મળે છે.
1)ધાર્મિક વિધિમાં
2)સામાજિક પ્રસંગોમાં (ખાસ કરીને જમતી વખતે)
લોકોની મુજબ ડાબા હાથે જમવું એ અન્નદાતાના અનાદર સમાન છે!!!!!
ધાર્મિક વિધિમાં ડાબા હાથેથી ક્રિયા કરવાથી ભગવાન નારાજ થઈ જાય!!!!.... તેને અશુભ માનવામાં આવે છે... કોઈક તો એને પાપ સમાન પણ લેબલ આપી દે છે.....
શું પ્રગતિશીલ સમાજમાં આવા તર્કો યોગ્ય ગણાવી શકાય????
ખેર,વ્યક્તિગત રુપથી તો હું આવા તર્કોને મારા પર હાવી થવા દેતો નથી. પરંતુ અન્ય ડાબોડી મિત્રોએ પણ આવા તર્કોને જે-તે વ્યક્તિની અજ્ઞાનતા સમજી પોતાના મગજ પર હાવી થવા દેવા જોઈએ નહીં...
વડીલોને બસ એક જ વિનંતી કે એમના બાળકને કુદરતે જે બક્ષિસ આપી હોય એ મુજબ જ જીવન જીવા દેવવું જોઈએ, ખાસ કરીને આ મામલે......
'ગર્વથી કહો કે અમે ડાબોડી છીએ'
-કિશન મેવાડા
પાલીતાણા
-----------------------------
મારા અન્ય લેખો આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN