હર તબક્કે ધારણા બદલાય એ સારૂં નથી
વિસ્તરણનાં દાયરા બદલાય એ સારૂં નથી
એ અલગ છે કે નથી વળતી ઘડીકમાં કળ, છતાં
સગવડે સંભારણાં બદલાય એ..
જોઇએ મન સ્થીર-મક્કમ,માળવે પહોંચી જવા
મન ફરે 'ને માળવા બદલાય એ સારૂં નથી
પારકાનો શું ભરોસો ? આજ અહીં,કાલે પણે
ખપ પડે 'ને 'આપણાં' બદલાય એ..
એક ભૂખ બીજી તરસ, બન્નેય નક્ટા હોય છે
રોજ એના માંગણાં બદલાય એ..
સ્વપ્ન સહુ ટોળે વળી બેફામ પજવે રાતભર
'ને સવારે સામટા બદલાય એ..
સાફ મનથી થાય તો સાર્થક ઠરે સરખામણી
દ્વેષભાવે,માપણાં બદલાય એ..