😂 રવિવાર – બહાર ન નીકળો તો શંકા! 😂
આજે ટ્રાફિક જોઈને એવું લાગ્યું,
રવિવાર બૈરાઓ માટે સીધો તહેવાર જ લાગ્યો 🚦
સોમથી શનિ સુધી “કાલથી” ચાલે,
રવિવાર આવે એટલે
બધાનું GPS આપમેળે જાગે 📍
રવિવાર એટલે પાણીપુરીવાળાનું ધનતેરસ,
પુરી ઓછી પડે,
પણ લાઈન એવી કે જાણે મફત પ્રસાદ વહેંચાય 😋
રવિવાર એટલે કપડાંની દુકાન પર મહાયુદ્ધ,
લેડીઝ કહે, “બસ એક જ બતાવો,”
એ “એક”માં
દુકાનવાળાનો આખો સ્ટોક બહાર આવી જાય 🤯😂
રંગ બદલો, સાઈઝ બદલો,
“આમાં બીજો શેડ હશે?” —
દુકાનવાળો અંદરથી બોલે,
“હે ભગવાન, આજ તો મારો રવિવાર છે!” 😵💫
રવિવાર એટલે હોટલવાળો ભગવાન,
૮ વાગે પહોંચો,
૯ વાગે પેટપૂજા કરીને
સીધા બહારનો રસ્તો બતાવે 🙏😆
આઈસ્ક્રીમવાળો તો રાત્રે ૧૨ વાગે પણ હીરો,
એના વગર રવિવાર અધૂરો 🍦
એક રવિવાર બહાર ન નીકળીએ તો,
ઘરવાળા પૂછે —
“તબિયત તો ઠીક છે ને?” 😐
બીજો રવિવાર પણ ઘરે રહી જાવ તો,
ટોના, ટિપ્પણી, ઉપાય
બધું એકસાથે શરૂ થઈ જાય 🧿😂
રવિવાર એટલે આરામનો ભ્રમ,
થાક તો ફ્રીમાં સાથે જ મળે 🎁
ઘરે બેસો તો શંકા,
બહાર નીકળો તો ટ્રાફિકમાં જીવનની ટેસ્ટ સિરીઝ! 🚦😂