મને એકલતાનો નશો ચડ્યો લાગે છે !
કોઈનો અણસાર પણ હવે ખટકે છે.
નવા બંધન કેમ કરી અપનાવું ?
જુના સંબંધો પણ ખૂંચે છે કલ્પી .
મનમાં વહેમ પાળીને બેઠા છે લોકો,
કોઈક તો છે સફરનો સાથી,
એમને કેમ સમજાવું કલ્પી ?
એકલતા છે મારી સફરની હમસફર.
ના હું કાઈ આવી નો'તી સાવ કલ્પી,
બસ, સંજોગોએ સજાવી છે મને.