વહેંચાઈ જવાયું, લાગણીઓ અને માંગણીઓ મધ્યે,
મનમાં રમીને એ અઢળક સપના વિંધે.
ધીમી નજરને હોઠે ફફડાટ,
આ જીવને પણ કઈંક છે તલસાટ.
અધૂરી આશાઓ, અધૂરા ઓરતાં,
જીવન જાય છે મીઠી ક્ષણને ગોતતાં.
ખભો મળે કે ખોળો અહીં,
આંખે આશ વિસામાની વહી.
આંખોથી વાત કરતું કોઈ મનગમતું માનવ મળે,
તો આ મોં તો હંમેશ, વધ્યું મૌન જ વેંચે.
-@nugami❤️