રૂપક :-. મારા અનેક કાવ્યોમાં એ છોકરીને કંડારી છે.મારી દરેક કાવ્ય કૃતિમાં એની પ્રતિમા શમણે સેવી છે.દરેક પ્રસંગમાં સુખે દુઃખે હાજર રહી છે તેમ એના ખરાબ દિવસોમાં હું એનો સહારો બન્યો છું.મારા અણગમતા શબ્દોમાં એ મારા પર છંછેડાઈ હશે છતાં તેના પર ગુસ્સો નથી આવ્યો.કેમકે એ જવાબદાર પરિવારની સભ્ય છે.એની આંખોની કીકીમાં મારી છબી નિહાળી છે,કેમકે મેં મારાથી કયારેય અલગ જોઈ નથી.એની માત્ર મોઢાની સુંદરતા નથી જોઈ એ સિવાય આંતરિક સુંદરતા પણ જોઈ છે.ચાહત છે છતાં નથી ચાહતની મુખે છબી ઉપસાવી જીવતી છે.તન-મન-ધનની નિરપેક્ષ નજર મારા મનને ભાવી છે. એવી એ નખરાળી છે. નથી ગુમાવવી છતાં સામી છાતીએ ગુમાવી છે.કેમકે મજબૂરી એની હતી તેમ મજબુરી મારી હતી.છતાં દૂર દૂર થતી નજરે નિહાળી છે.બોલો આવી સૌમ્ય પરીને એક પેરીંદો લઈ જતો જોયો છે ત્યારે છતી આંખોને બંધ કરી દૂર જતો રહ્યો હતો કેમ કે અસહ્ય પીડા કોને કહું????? (સમાપ્ત)