મારે હોય તપવાનુંને વરસવાનું તારે.
મારે હોય કહેવાનુંને સમજવાનું તારે.
ભૂલ થઈ એ પણ ભૂલથી જ થઈ છે,
મારે હોય કબૂલવાનુંને ગરજવાનું તારે.
દૂરથી દેખાતા ડુંગરો લાગે રળિયામણા,
મારે કદી હોય વહેવાનુંને તરવાનું તારે.
શબ્દોની શરાફત નૈ બતાવી શકે બધુંય,
મારે હોય ટપકવાનુંને ધબકવાનું તારે.
આભ પણ અવનીની આશા કરે વખતે,
મારે હોય વાગોળવાનુંને હીજરાવાનું તારે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર