નીકળી પડું છું દરરોજ લઈ નવી કોઈ સોચ
અણ જાણી કોઈ વાટે એક એવા સન્નાટે સાંભળવાને કોઈ સાદ ઉરમાં ભરી ઉનમાદ
ઘડી બે ઘડી બંધ કરી આંખ
જોઉ નિજ ને ઉડતી વિના કોઈ પાંખ
પરીઓના દેશમાં પરી જેવી હું પરીના વેશમાં બસ ખુશી ખુશી ચારે કોર
સત સમજ સૌંદર્ય ગયું ભીતર વસી
ધીરે થી હળવેથી કોઈ કહે છે
એકલી નથી કોઈ તુજમાં પણ વસે છે!!!
Nanda H Solanki..
- Nanda H Solanki