ટોચે પહોંચવા માટે હંમેશા
નજર ઊંચી રાખવી જરૂરી છે,
પરંતુ
ટોચે પહોંચ્યા પછી
નજર નીચે કરવી
એ એક સારા, અને સાચા માણસની, નિશાની પણ છે, અને જવાબદારી પણ, કેમકે
આપણી પાછળ,
આપણી જેમ
ટોચ ઉપર પહોંચવા પ્રયત્નો કરતા અસંખ્ય લોકો હોય છે, કે જેમને કોઈ, સાચી સલાહ- સૂચન કે રાહ ચીંધે
એવા વ્યક્તિની આશા હોય છે.
( એવા લોકોને મદદ કરવાથી આપણા જીવનમાં શું ફર્ક પડે ? )
કોઈપણ વ્યક્તિની
ની-સ્વાર્થ ભાવે મદદ કરવાથી
સૌથી મોટો ફાયદો આપણને એ થાય છે કે,
એક તો આપણા જીવનનો આગળનો માર્ગ સરળ બનતો જાય છે, અને બે કે, પછી આપણને મળેલ સફળતા ટકી રહે,
એના માટે આપણે જરાય ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
પરંતુ પરંતુ પરંતુ,
આ બધી વાતોમાં વિશ્વાસ તો એવા લોકોને જ આવે, કે જે લોકો
આ બાબતનો જાત અનુભવ કરે.
- Shailesh Joshi