📢 આ ભૂલ બહુ મોંઘી પડી શકે છે,
સંતાનને પણ, અને મા-બાપને પણ
આપણે આપણા સંતાનને
ભલે ગમે તેટલી મોંઘી વસ્તુઓ લાવી આપીએ,
પછી એ મોબાઈલ હોય,
બાઈક હોય,
કે પછી ગાડી હોય, કોઈપણ વસ્તુ કેમ ના હોય.
પરંતુ જો એ સંતાન
જે તે વસ્તુની કિંમત જાણતું હોય, અને
એ વસ્તુ ખરીદવા માટે મારા મા-બાપે દુકાનદારને જે રૂપિયા આપ્યા,
એ રૂપિયા મારા મા-બાપની કેટલી મહેનત કર્યા પછી, કે કેટલો પરસેવો પાડ્યા પછી આવ્યા છે ?
બસ એકવાર આ બે બાબતોનું જ્ઞાન સંતાનમાં આવી જાય,
પછી સંતાન જે માંગે એ લાવી આપવામાં ક્યારેય, કોઈ જ વાંધો નથી આવતો.