સંબંધોમાં સૌથી વધારે થતી એક એવી ભૂલ, કે જે આપણને હંમેશાં પરસ્પરની સાચી લાગણી, અને એકબીજાનાં સાચા પ્રેમની અનુભૂતિથી દૂર રાખે છે.
એ ભૂલ એટલે.....
1 - કોને કેટલી છૂટ આપવી ?
અને
2 - કોની ઉપર કેટલો વિશ્વાસ મૂકવો ?
આ બે બાબતોમાં આપણે જ્યારે સામેના વ્યક્તિનો કોઈપણ પ્રકારનો અનુભવ કર્યાં વગરજ અગાઉથી જાતેજ નક્કી કરી લેવું, ને પછી એ નિર્ણય પર જ કાયમ ( અડગ ) રહેવું.
આ બહુજ ખોટું છે, કારણકે
આના કારણે આપણને જે નુકશાન થાય છે, એ નુકશાન સામેના વ્યક્તિ પર એક વાર વિશ્વાસ મૂક્યા પછી મળતા વિશ્વાસઘાત કરતા અતિશય મોટું હોય છે, અને કાયમી પણ.
માટે કોઈપણ સંબંધમાં આપણને સામેની વ્યક્તિ પસંદ હોય, અથવા તો આપણને એના વગર ચાલે એમ ના હોય તો એક બે વાર એ વ્યક્તિ પર પૂર્ણ વિશ્વાસ મૂકી જોવો, પછી ભલે એમાં આપણને કોઈપણ પ્રકારનું થોડું ઘણું નુકશાન જવાનો ડર હોય, કેમકે આવું કરવાથી આપણને બે વાતનો ખુલાસો મળી રહેશે.
1 - કાંતો આપણો ડર સાચો હતો કે ખોટો એ આપણને જાણવા મળશે, અને
2 - કાંતો આપણે સામેની વ્યક્તિ પર મુકેલ વિશ્વાસમાં એ વ્યક્તિ જ્યારે ઉણો ઉતરે પરંતુ જ્યારે એ વ્યક્તિ એના ઉણા ઉતારવાનું સાચું કારણ આપણને જણાવે ત્યારે એવું પણ બને કે, આપણે એના વિશે અગાઉથી બાંધેલી ધારણામાં આપણે પોતેજ ખોટા હતા એનો આપણને એહસાસ થઈ જાય.