પારાવાર પસ્તાવો થાય છે અવસર ચૂક્યા પછી
સત્ય મોડેથી સમજાય છે અવસર ચૂક્યા પછી
વખતના વહેણમાં થતી ભૂલ દેખાતી ન કદીએ
સમો વીત્યા પછી દેખાય છે અવસર ચૂક્યા પછી.
ખબર નહિ કેમ વ્યક્તિ યોગ્ય સમયે ભરમાય છે,
અફસોસની વાત થાય છે અવસર ચૂક્યા પછી.
ડૂબી જાય છે ફરજ દલિલોના દરિયામાં વખતે,
શાણપણ પ્રગટી જાય છે અવસર ચૂક્યા પછી.
કશો અર્થ નથી તરસ્યાને જળનો મૂઆ પછીના
ખોટેખોટા દેખાડા કરાય છે અવસર ચૂક્યા પછી.
-ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.