આગમનને અવસર બનાવીને આવો તમે.
એ અવસરને હેતથી સજાવીને આવો તમે.
નયનને રહી ચાતકીપ્રતિક્ષા અહર્નિશ કેવી,
અમને તમારા સહૃદયી માનીને આવો તમે.
દિલના દરવાજે સ્વાગતના સૂર સંભળાશે,
રૂઠેલાને પણ સત્વરે મનાવીને આવો તમે.
દીપી ઊઠશે ઘર આંગણને પ્રસંગ સુદ્ધાંએ,
મિલન ઊભયનુ માતબર ગણીને આવો તમે.
સ્નેહ તણા સથવારે સાફલ્ય હશે જીવનનું,
રીતરસમ નિભાવી દેજો આવીને આવો તમે.
- ચૈતન્ય જોષી. " દીપક" પોરબંદર.