સ્ત્રીસન્માનની ભાવના અનુસરીએ , રક્ષાબંધન છે આજે.
સ્ત્રીમાં બેન, બેટી માતા નિહાળીએ, રક્ષાબંધન છે આજે.
ભેદભાવ જે નરનારીના છે એને માત્ર ભિન્નતા જ ગણીએ,
સહુ એકમેકના પૂરક બનીને રહીએ, રક્ષાબંધન છે આજે.
બહેનની રક્ષા ભાઈ કરે અને ભાઈની રક્ષા બહેન પ્રાર્થેને,
વસુધૈવ કુટુમ્બકમ્ ચરિતાર્થ કરીએ, રક્ષાબંધન છે આજે.
જીવ જીવનું રક્ષણ કરેને એમાં જ રહી છે ખરી માનવતા,
તકરાર છોડીને એકરારને કબૂલીએ, રક્ષાબંધન છે આજે.
તંતુ રક્ષા તણો એ તો પ્રતીક માત્ર પારસ્પરિક ભાવનાનો,
સામ્રાજ્ય સ્નેહનું સર્વત્ર સ્વીકારીએ, રક્ષાબંધન છે આજે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.