સદાશિવને શરણે જાતાં આફત સઘળી ટળી ગઈ.
કૃપા શિવની કેવી થઈ.
ભોળાનાથને ભાવથી ભજતાં સન્મતિ મળી ગઈ.
કૃપા શિવની કેવી થઈ.
માયાવળગણ લાગ્યાં છૂટવા, શિવજી પ્રત્યે પ્રીતી થઈ.
અંતર થયું આનંદિતને આશુતોષની અરજી થઈ
કૃપા શિવની કેવી થઈ.
લાગી જિહ્વા શિવશિવ રટવા મનની મુરાદ પૂરણ થઈ.
શ્વાસે શ્વાસે સ્મરણ શિવનું, ઉરમાં પ્રેમની ભરતી થઈ.
કૃપા શિવની કેવી થઈ.
મનમંદિરે મહાદેવ બિરાજેને અંતરે અદભુત આરતી થઈ.
શિવસમાન ન મળે જગતમાં સર્વસમર્પણની વાણી થઈ.
કૃપા શિવની કેવી થઈ.
નિજાનંદે રહું નિતનિત શિવમય સઘળી દ્રષ્ટિ થઈ.
મળ્યું મબલખ મહાદેવથી ના કશીએ માગણી થઈ.
કૃપા શિવની કેવી થઈ.
સાનુકૂળ રહેજો સદાશિવ અંતરે અદભુત શાંતિ થઈ.
કલિકાળની ટળી વેદના સતયુગ સમી ઝાંખી થઈ.
કૃપા શિવની કેવી થઈ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.