" મહાદેવ હર " ના નારે જીવન જીવી લઈએ.
પંચાક્ષર તણા ઉચ્ચારે જીવન જીવી લઈએ.
વિશ્વકલ્યાણની ભાવના વિકસે માનવમાત્રમાં,
એકે બની જઈને હજારે જીવન જીવી લઈએ.
વિપદા પહાડ સમી ના વિચલિત કરી શકે મને.
સદાશિવ તણા સથવારે જીવન જીવી લઈએ.
મકસદ જીવનનો પરમને પામવા રહે નિરંતર,
માનવતા કેરા આવકારે જીવન જીવી લઈએ.
રીઝે કૈલાસપતિ સહેજે એવાં કામ સૌ કરીએ,
આશુતોષ શિવના સહારે જીવન જીવી લઈએ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.