કોઈ માંગેને આપી દઈએ, જીવન એટલું સસ્તું નથી.
વટને ખાતર શહિદ થઈએ, જીવન એટલું સસ્તું નથી.
ઠીક છે, સત્યને ખાતર પૂરાવા આપવાના છે જરૂરી,
બાકી ગતાનુગત અનુસરીએ, જીવન એટલું સસ્તું નથી.
છે જીવવાનો અધિકાર સૌને ઈશ્વરે આપ્યો અબાધિત,
આવેગ કે આવેશમાં જીવીએ, જીવન એટલું સસ્તું નથી.
મરવાનો કે મારવાનો હક્ક નથી કોઈ પાસે હોતો કદીએ,
જીવનને સાવ વેડફી દઈએ, જીવન એટલું સસ્તું નથી.
સત્કર્મોને સદાચારથી સુગંધિત થૈને જિંદગી જીવવાની,
કુરબાની આપીને મોતને વરીએ, જીવન એટલું સસ્તું નથી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.