ઉરમાં સૂતેલાં કોઈકને જગાડે છે સાગરના તરંગો.
જાણે સૂર સપ્તક ઉરે વગાડે છે સાગરના તરંગો.
આવી કિનારે પામી સંઘાત પાછાં ફરનારાં ઉત્તંગ,
મારી એકવિધતાને રખે ટાળે છે સાગરના તરંગો.
ધવલધામ સમાં શકેને પયને પણ પડકાર ફેંકનારાં,
દૂરસુદૂરથી આવી ધરાને મળે છે સાગરના તરંગો.
મળી મને હશે હર્ષિત થતાં ભાળ્યાં છે મેં કિનારે,
કેટલુંક મેલીને એ પરત વળે છે સાગરના તરંગો.
ગીત ગાય છે ગોવિંદનું સુદામાપુરીએ મિત્રતાનું,
ને એનાય ભીતરે કૈં સળવળે છે સાગરના તરંગો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.