આવ્યો શ્રાવણ માસ હિતકારી.
ભજું ભાવથી ભોલે ભંડારી.
બિલિપત્ર ચડાવું, જળધારે મનાવું.
રહું સદાશિવને પોકારી...1
શિવસમા ન કોઈ,શરણાગત હોઈ.
પંચાક્ષર હરપળ ઉચ્ચારી....2
આશુતોષ તમે રીઝો, નથી દેવ કોઈ બીજો.
કરું સ્નેહથી સ્તુતિ તમારી...3
પુલકિત ગાત્રો થાતાં, ઉર થકી હરખાતાં.
ગદગદ વાણી છે અમારી....4
કૃપા કરોને ભોળાનાથ, આપો જન્મોજન્મ સાથ.
આવે અંતકાળે યાદ ત્રિપુરારી...5
મારા વાંકગુના ભૂલો, કરું એકરાર ખુલ્લો.
ભક્તિ આપોને ભોલેભંડારી....6
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.