કોઈ છેતરી રહ્યું છે ,
તો કોઈ છેતરાઈ રહ્યું છે.
કોઈ ગુમાવી રહ્યું છે,
તો કોઈ પામી રહ્યું છે.
કોઈ દૂર રહી ને પણ વાત માની રહ્યું છે ,
તો કોઈ જોડે રહી ને પણ વહેમાઈ રહ્યું છે.
કોઈ ફક્ત યાદ કરી ને કોઈ ને પામી રહ્યું છે,
તો કોઈ પામી ને પણ ઠુકરાઈ રહ્યું છે.
કોઈ બીજાના જોડે જોઈ ને પણ ખુશ થઈ રહ્યું છે,
તો કોઈ પોતાના જોડે રાખી ને પણ દુઃખ આપી રહ્યું છે.
કોઈ તડછોડેલા ને અપનાવી રહ્યું છે ,
તો કોઈ અપનાવી ને તડછોડી રહ્યું છે .
કોઈ માન આપી રહ્યું છે ,
તો કોઈ માન મંગાવી રહ્યું છે .
કોઈ ભીખ ની જેમ માગી રહ્યું છે ,
તો કોઈ મફત ની જેમ વેડફી રહ્યું છે.
કોઈ હસતા મોઢે જવા દઈ રહ્યું છે,
તો જબરજસ્તી બાંધી રહ્યું છે.
આ વાત નથી કોઈ ની ,આ તો વાત છે.
કળયુગ ના સપ્તરંગી સ્નેહ (પ્રેમ) ની .
સ્નેહ ના સબંધો